MP: શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળનું વિસ્તરણ થયું, 28 મંત્રીઓએ લીધા શપથ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાના ચોથા કાર્યકાળમાં પહેલીવાર મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. જેમાં કુલ 28 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. રાજભવનમાં આયોજિત આ સમારોહમાં પદ અને ગોપનીયતાના શપથ લેનારા મંત્રીઓમાં ભાજપના 16, સિંધિયા સમર્થક 9 અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 3 નેતા સામેલ છે.
ભોપાલ: મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોતાના ચોથા કાર્યકાળમાં પહેલીવાર મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. જેમાં કુલ 28 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. રાજભવનમાં આયોજિત આ સમારોહમાં પદ અને ગોપનીયતાના શપથ લેનારા મંત્રીઓમાં ભાજપના 16, સિંધિયા સમર્થક 9 અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 3 નેતા સામેલ છે.
આ લોકોને મળી તક
શિવરાજસિંહના ગત મંત્રીમંડળના પ્રમુખ ચહેરાઓ ગોપાલ ભાર્ગવ, ભૂપેન્દ્રસિંહ, યશોધરા રાજે સિંધિયા, વિજય શાહ સાથે આ વખતે નવા નેતાઓને પણ તક આપવામાં આવી છે. ભાજપના કુલ 16 નેતાઓમાં 7 શિવરાજની ગત કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે જ્યારે 9 નવા ચહેરા છે. જેમણે પહેલીવાર મંત્રીપદના શપથ લીધા. સિંધિયા સમર્થક 9 નેતાઓ પણ શિવરાજ કેબિનેટનો ભાગ બન્યાં છે. જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 3 નેતાઓને પણ શિવરાજ મંત્રીમંડળમાં સામેલ કરવા પર ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પોતાની સહમતિ આપી છે.
આ લોકો ન બની શક્યા મંત્રી
આ વખતે શિવરાજ સિંહની ગત કેબિનેટનો ભાગ રહેલા પારસ જૈન, ગૌરીશંકર બિસેન, રામપાલ સિંહ, રાજેન્દ્ર શુક્લા, સંજય પાઠક, જાલમસિંહ પટેલ, અને સુરેન્દ્ર પટવાના નામ પર વિચાર કરાયો નથી. કેન્દ્રીય નેતૃત્વના નિર્ણય સાથે પ્રદેશ પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે ગત બુધવારે ભોપાલ પહોંચ્યા હતાં. સહસ્ત્રબુદ્ધેએ સીએમ નિવાસ સ્થાનમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ વી ડી શર્મા અને સંગઠન મહામંત્રી સુહાસ ભગત સાથે ચર્ચા કર્યા બાદ 16 નામ પર મહોર લગાવી હતી.
ભાજપના આ 16 નેતાએ લીધા મંત્રીપદના શપથ
1. ગોપાલ ભાર્ગવ
2. ભૂપેન્દ્ર સિંહ
3. યોશોધરા રાજે સિંધિયા
4. વિજય શાહ
5. જગદીશ દેવડા
6. બૃજેન્દ્ર પ્રતાપ સિંહ
7. વિશ્વાસ સારંગ
8. પ્રેમ સિંહ પટેલ
9. ઈન્દરસિંહ પરમાર
10. ઉષા ઠાકુર
11. ઓમ પ્રકાશ સકલેચા
12. ભારતસિંહ કુશવાહ
13. રામકિશોર કાંવરે
14. મોહન યાદવ
15. અરવિંદ ભદૌરિયા
16. રામ ખિલાવન પટેલ
સિંધિયા સમર્થક આ 9 નેતાઓએ લીધા શપથ
17. રાજવર્ધન સિંહ
18. પ્રદ્યુમ્ન સિંહ તોમર
19. ઈમરતી સિંહ
20. મહેન્દ્ર સિસોદિયા
21. ગિરિરાજ દંડોતિયા
22. સુરેશ ધાકડ
23. ઓપી એસ ભદૌરિયા
24. પ્રભુરામ ચૌધરી
25. બ્રિજેન્દ્ર સિંહ યાદવ
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આ 3 નેતાઓએ લીધા શપથ
26. બિસાહૂલાલ સિંહ
27. એન્દલ સિંહ કંસાના
28. હરદીપ સિંહ ડંગ